T-20 વિશ્વકપની આજની મેચમાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 20 રને હરાવીને મેચ પોતાને કબજે કરી છે. બ્રિસ્બેનમાં રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડ તરફથી બટલરે વિજયી ઇનિંગ રમી હતી, જ્યારે સેમ કરેન અને ક્રિસ વોક્સે 2-2 વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ફિલિપ્સે 36 બોલમાં શાનદાર 62 રન ફટકાર્યા હતા.
England ward off Glenn Phillips to go level on points with Australia and New Zealand in Group 1 of the #T20WorldCup 2022 🙌#ENGvNZ | 📝: https://t.co/LDryGxkGdJ pic.twitter.com/uIcr7Hrgtb
— T20 World Cup (@T20WorldCup) November 1, 2022
આ પહેલાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી, જે નિર્ણયને બટલરે ખરો સાબિત કર્યો હતો. ઓપનિંગ ભાગીદારી માટે બટલર અને હેલ્સે 81 રન જોડીને 10 જ ઓવરમાં ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી. જોકે, ત્યારબાદનાં ખેલાડીઓએ વળતી લડત ન બતાવી, પરંતુ 20 ઓવરમાં ઇંગ્લેન્ડ 179નો સન્માજનક સ્કોર કરી શક્યું.
ટાર્ગેટનો પીછો કરતાં ન્યૂઝીલેન્ડની શરૂઆત ધીમી રહી હતી અને 28 રનમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ફિલિપ્સે આવીને વિલિયમ્સન જોડે બાજી સંભાળી અને ટીમને સંગીન સ્થિતિએ પહોંચાડી.
જોકે, ફિલિપ્સનાં આઉટ થતાંની સાથે જ કિવિ ટીમનો રકાસ શરૂ થયો અને ટાર્ગેટ ચેઝ ન કરી શકી.