થોડાં સમય પહેલાં જ ફેસબુકનાં રિબ્રાન્ડિંગની વાત ચાલી રહી હતી, ત્યારે આજરોજ માર્ક ઝુકરબર્ગે એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં ફેસબુકનાં નામ બદલવાની વાત જાહેર કરી છે.
Courtesy: Bloomberg
AI અને વર્ચ્યુઅલ રિઆલિટીનાં પગલે આગળ વધવા માટે અને પોતાની જૂની છાપને અલગ કરવા માટે ફેસબુકે આ પગલું ભર્યુ છે. પોતાની વાર્ષિક ડેવલોપર કોન્ફરન્સમાં માર્ક ઝુકરબર્ગે કહ્યું કે, “સામાજિક સમસ્યાઓ તથા એક સીમિત પ્લેટફોર્મ તરીકે કામ કરીને ઘણું શીખવા મળ્યું છે, જેનો ઉપયોગ કરીને હવે નવું ચેપ્ટર શરૂ કરવાનો સમય આવી ગયો છે.”
આ સાથે જ તેમણે જણાવ્યું કે, “આજથી આપણી કંપની ‘Meta’ છે. આપણું મિશન એ જ રહેશે અને પ્રોડક્ટસ તથા એપ્સ પણ તે જ સ્વરૂપમાં રહેશે અને લોકોને વધુ નજીક લાવવાનો પ્રયાસ ચાલુ રહેશે.”
મહત્વનું છે કે, આ પહેલાં ફેસબુક પર ઘણાં આરોપ લાગી ચૂક્યા છે, જેમાં અમેરિકા, યુરોપ સહિત ભારતમાં પણ તેણે પડકારોનો સામનો કરવો પડ્યો છે. Facebook નાં ભૂતપૂર્વ ડેટા સાયન્ટિસ્ટ ફ્રાન્સ હોગેને જણાવ્યું છે કે, ફેસબુકની ઘણી પોલિસીઝમાં તેણે હાર્મફુલ કન્ટેન્ટને ઇગ્નોર કર્યુ છે, જેની અસર રાજકીય અને સામાજીક સ્તરે બહુ ભયાનક છે.
સોશિયલ મીડિયા જગતમાં એક્કો જમાવનાર ફેસબુક કઇ રીતે પોતાના પર લાગેલાં કલંકને દૂર કરી શકે છે, તે જોવું રહ્યું.