અમદાવાદ જેવા મેગાસિટીમાં જ્યાં પોલીસ સતત જાગ્રત હોવાનો દાવો કરે છે, ત્યાં દિવસે ને દિવસે નકલી પોલીસ અને તેના કાળા કૃત્યો સામે આવી રહ્યા છે. થોડાં સમય પહેલાં નરોડામાં અને હવે એલિસ બ્રિજમાં પણ આવી ઘટના સામે આવી છે.
શહેરનાં કારંજ વિસ્તારમાં પોલીસના સ્વાંગમાં આવેલા બે શખ્સોએ યુવકને રોકી તેનુ અપહરણ કરી લૂંટને અંજામ આપ્યો હતો.. જોકે યુવકની ચપળતાના કારણે આરોપીઓ પોતાના મનસૂબામાં સફળ થઈ ન શકતા એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે.