નવી દિલ્હી: પ્રખ્યાત યુટ્યુબર કે જેણે એક વખત બલૂનથી પોતાના ડોગને ઉડાવ્યો હતો, તેની ફરી આજે એક વખત ધરપકડ કરવામાં આવી છે. Youtuber ગૌરવ શર્મા કે જેણે તાજેતરમાં એક ધાર્મિક જગ્યાએ વીડિયો બનાવ્યો હતો, જ્યાં વીડિયો બનાવવાની મનાઇ હતી.
વૃંદાવનનાં નિધિવન રાજ કે જ્યાં રાધા અને ભગવાન કૃષ્ણ રાત્રિ દરમિયાન રાસલીલા રચાવતા હતા અને ત્યારે કોઇને પણ ત્યાં પ્રવેશ કરવાની મનાઇ હોવાનું મનાય છે, ત્યાં ગૌરવે વીડિયો શુટ કર્યો હતો. 9 નવેમ્બરનાં રોજ ગૌરવે વીડિયો અપલોડ કર્યો હતો, જેના પગલે મંદિરના પૂજારીએ ફરિયાદ કરી હતી.

આ અંતર્ગત દિલ્હી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ તેની સાથે વીડિયો બનાવી રહેલા તેના સાથીઓની પણ પોલીસે શોધખોળ આદરી છે.
મહત્વનું છે કે, નિધિવન રાજમાં રાત દરમિયાન પ્રવેશની મનાઇ છે. આ કેસ અંતર્ગત રોહિત ગોસ્વામી કે જેઓ પૂજારી છે, તેમની ફરિયાદ અંતર્ગત IPC ખલમ 295A અને IT Act સેક્શન 66 અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે.