અમદાવાદ: ગાંધીનાં ગુજરાતમાં જ ખુલ્લેઆમ ગુનેગારો ગુનો કરતાં ખચકાતા નથી, ત્યારે ગાંધીજીની સંસ્થા એવી ગુજરાત વિદ્યાપીઠ પાસે જ આજરોજ ફાયરિંગની ઘટના બની છે.
અમદાવાદનાં વ્યસ્ત ગણાતાં એવા આશ્રમ રોડ પર આવેલી હયાત હોટલ પાસે આજે સાંજે 2 બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોએ આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લીધો હતો. આ સાથે જ બાઇકસવારોએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું, જેમાં આંગડિયા કર્મીના પગમાં એક ગોળી વાગી હતી.
અમદાવાદનાં આશ્રમ રોડ પર બની ફાયરિંગની ઘટના
આંગડિયા પેઢીનાં કર્મચારીને લૂંટીને 3 શખ્સો થયા હતાં ફરાર, પોલીસે કરી તપાસ#Ahmedabad #BreakingNews pic.twitter.com/QDRJIdfzbW
— The Mailer (@themailerIndia) January 10, 2022
ફાયરિંગની જાણ થતાં જ વાડજ પોલીસ હરકતમાં આવી હતી અને નાકાબંધી કરી દીધી હતી.આ બનાવ અંગે પેઢીના કર્મચારીને ઈજા થઈ હતી, જેમનાં લૂંટાયેલા સામાનમાં GPS ટ્રેકર હતું, જેના પરથી ક્રાઇમ બ્રાન્ચે લોકેશન પર જઈને 3 શકમંદોને ઝડપી લીધા છે.
આ પણ વાંચો:
કો’ન્ગ્રેસનાં તો નહીં પરંતુ કો’રોનાનાં ભરડામાં આવ્યું ભાજપ- આટલાં મોટાં નેતાઓ પોઝિટિવ