ઘણાં સમય સુધી બિગ સ્ક્રીનથી દૂર રહ્યા બાદ રણબીર કપૂર હવે ફરીથી મોટા પડદે જોવા મળશે. આજરોજ અમિતાભ બચ્ચને આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. ફિલ્મમાં રણબીર કપૂર લીડ રોલમાં જોવા મળશે.
View this post on Instagram
કોરોનાને લીધે આ ફિલ્મ ઘણાં સમયથી પાછી ઠેલાઇ રહી હતી. ત્યારે આગામી 9મી સપ્ટેમ્બરે તે રિલીઝ થશે. આ ફિલ્મ શિવા પર આધારિત હશે, જે પાર્ટ-1 છે. ફિલ્મને અયાન મુખર્જી નિર્દેશિત કરી રહ્યા છે, જ્યારે ફિલ્મની લીડ કાસ્ટમાં રણબીર અને આલિયાની સાથે અમિતાભ બચ્ચન, તેલુગુ સ્ટાર નાગાર્જુન અક્કિનેની અને મૌની રોય પણ જોવા મળશે.
આ ફિલ્મ હિન્દીની સાથે તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં પણ રિલીઝ થશે.