ગુજરાત ગ્રામ પંચાયત અંતર્ગત તલાટી કમ મંત્રીની કુલ 3437 જગ્યાઓ માટે ગુજરાત સરકાર દ્વારા ભરતી બહાર પા઼ડવામાં આવી છે, જેમાં લઘુત્તમ લાયકાત ધોરણ 12 રાખવામાં આવી છે. વર્ગ 3 ની આ ભરતી માટે અત્યાર સુધીમાં કુલ 22 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને સાથે જ હજુ બે દિવસમાં વધુ ફોર્મ ભરાય તેવી આશંકા છે.
મહત્વનું છે કે, આ પહેલાં હેડ ક્લાર્ક, બિન સચિવાલય અને પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં પણ લાખો ઉમેદવારો ફોર્મ ભરી ચૂક્યા છે, ત્યારે વધુ એક ભરતીમાં આ આંકડો ઉપર ગયો છે. છેલ્લાં 24 કલાકમાં જ 4 લાખથી વધુ ફોર્મ ભરાયા છે.
લાયકાત અને વય મર્યાદા વધતાં લોકોએ વધુ ફોર્મ ભર્યા
મહત્વનું છે કે, આ પરીક્ષા માટે ધોરણ 12 પાસ અને 36 વર્ષ સુધીનાં તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકે તેમ છે, જેના કારણે સામાન્ય કરતાં વધારે અરજીઓ આવી છે.