ગુજરાત વિધાનસભા ઇલેક્શનની તારીખો જાહેર થયા બાદ આજરોજ આમ આદમી પાર્ટીએ પોતાનાં CM પદનાં દાવેદારની જાહેરાત કરી છે. AAP દ્વારા પૂર્વ પત્રકાર અને ખેડૂતોના મસીહા એવા ઇસુદાન ગઢવીને CM પદ માટે આગળ કરવામાં આવ્યા છે.
ખેડૂત નેતા અને 'આપ' નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી શ્રી @isudan_gadhvi ને આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનવા બદલ અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
વિજય ભવ:#IsudanGadhvi4GujaratCM pic.twitter.com/wZ0l3Rj7yL
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 4, 2022
મહત્વનું છે કે, ખંભાળિયાનાં પીપલિયામાં જન્મેલા ઇસુદાન ગઢવી ખેડૂત પરિવારનાં દિકરા છે અને આ કારણે જ તેમણે પોતાનાં પત્રકારત્વ દરમિયાન ખેડૂતો માટે ઘણાં મુદ્દા ઉઠાવ્યા હતા. તેમના પિતા ખેરાજભાઇ ગઢવી હજી પણ ખેતી સાથે જોડાયેલા છે. મહત્વનું છે કે, તેમને કોલેજકાળથી પત્રકાર બનવું હતું અને એટલે જ તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં જર્નાલિઝમ વિભાગમાં જોડાયા. ત્યારબાદ તેમણે વાપીમાં ગુજરાતી ચેનલનાં પત્રકાર તરીકે કામ કર્યુ અને વર્ષ 2015માં તેઓ પ્રખ્યાત ચેનલ વીટીવી નાં એડિટર તરીકે જોડાયા હતા.
પત્રકાર તરીકે ઇસુદાન ગઢવીને ખૂબ લોકચાહના મળી હતી. લગભગ 16 મહિના પહેલાં તેમણે પત્રકારત્વને વિદાય આપીને આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા અને સમાજ માટે વધુમાં વધુ કામ કરવા તેમણે પ્રજાની વચ્ચે જઇને તેમના મુદ્દા જાણવાનું શરૂ કર્યું.
આ પહેલાં કેજરીવાલે કહ્યું કે આજે ગુજરાતના ઈતિહાસ માટે મહત્વનો દિવસ છે. અમે લોકોની વચ્ચે જઈએ છીએ. 27 વર્ષ સુધી કોઈ વિકલ્પ નહોતો. આજે ગુજરાત પરિવર્તન તરફ જઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સંબંધો હતા. આજે એક નવો વિકલ્પ મળ્યો છે.આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે. નવું એન્જીન છે.અમે રૂમમાં બેસી નક્કી નથી કરતા કે સીએમ કોણ હશે. પંજાબના જનતાએ સીએમ ઉમેદવાર નક્કી કર્યા છે.ગુજરાતમાં લાગી રહ્યું છે છે કે આમ આદમી પાર્ટી આવી રહી છે.