શ્રાવણ મહિનો પૂરો થવામાં છે, ત્યારે ગણેશ ચતુર્થીની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી થવા લાગી છે. માર્કેટમાં ગણપતિજીની મૂર્તિઓ મૂકાઇ ગઇ છે અને ખાસ કરીને આ વખથે ઇકો-ફ્રેન્ડલી મૂર્તિનું ચલણ વધ્યું છે. બાપ્પાની આરાધનાની સાથે ભક્તો હવે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખી રહ્યા છે.
આ તારીખે છે ગણેશ ચતુર્થી
આ વર્ષે 10મી સપ્ટેમ્બરનાં દિવસે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે, જ્યારે 19મી સપ્ટેમ્બરનાં રોજ અનંત ચતુર્દશી છે.
મહત્વનું છે કે, દેવોમાં સૌપ્રથમ આરાધ્ય એવા ગણપતિનું મહત્વ હિન્દુ ધર્મમાં ઘણું છે. ત્યારે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણા, મધ્ય પ્રદેશમાં પણ ગણપતિ મહોત્સવ ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.
આ વખતે સરકારની ખાસ ગાઇડલાઇન અનુસાર ગણપતિ મહોત્સવ થશે, જેમાં ચાર ફૂટની મૂર્તિનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ પ્રસાદની પ્રથા બંધ રહેશે અને ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગનાં પાલન સાથે દર્શન કરવાનાં રહેશે અને ગણેશ મંડળીઓએ પણ સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
મહત્વનું છે કે, જન્માષ્ટમી નિમિત્તે પણ સરકારે ખાસ ગાઇડલાઇન આપી હતી, ત્યારે કરફ્યુને ખાસ 1 વાગે સુધી લંબાવવામાં આવ્યો હતો.