દેશમાં કોરોનાની ત્રીજી લહેરને કારણે મોટા બેનરની ઘણી ફિલ્મોની રિલીઝ પાછી ઠેલાઇ હતી. ત્યારે આજરોજ આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.
Witness her reign in cinemas near you on 25th February 2022. 👑#GangubaiKathiawadi#SanjayLeelaBhansali @ajaydevgn @aliaa08 @prerna982 @jayantilalgada @PenMovies @saregamaglobal pic.twitter.com/SJ5myx1X3u
— BhansaliProductions (@bhansali_produc) January 28, 2022
આજરોજ ભણસાલી પ્રોડક્શન દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે કે આગામી 25 ફેબ્રુઆરીએ આ ફિલ્મ રિલીઝ થશે. મહત્વનું છે કે, આલિયા ભટ્ટે ગંગુબાઈ તરીકે અભિનય કર્યો હતો, જે 1960ના દાયકા દરમિયાન મુંબઈના રેડ-લાઇટ વિસ્તાર કમાઠીપુરાની સૌથી શક્તિશાળી અને માનવંતી મહિલાઓમાંની એક હતી.
આ પહેલાં ફિલ્મ 18 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી, જે હવે એક વીક પોસ્ટપોન્ડ છે. ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણશાલી કોરોનાગ્રસ્ત થયા હોવાથી ફિલ્મને ખાસી અસર પડી હતી. આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલી પ્રથમ વખત એક સાથે કામ કરી રહ્યા છે.
હુસૈન ઝૈદીની બુક પર આધારિત છે ફિલ્મ
પ્રખ્યાત રાઇટર હુસૈન ઝૈદીનાં પુસ્તક “Mafia Queens of Mumbai” પરથી આ ફિલ્મની વાર્તા લેવામાં આવી છે.