Tuesday, May 30, 2023
Google search engine
HomeIndia15 થી 18 વર્ષનાં કિશોરોને ફક્ત આ જ રસી આપો, સરકારને ખાસ...

15 થી 18 વર્ષનાં કિશોરોને ફક્ત આ જ રસી આપો, સરકારને ખાસ અપીલ

થોડાં સમય પહેલાં જ 15 થી 18 વર્ષનાં બાળકો માટે રસીકરણનો કાર્યક્રમ દેશભરમાં ચાલુ કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં કદાચ રોક લાગી શકે તેમ છે. કારણકે આ રસી અંગે એક ખાસ અપીલ ભારત બાયોટેક દ્વારા કરવામાં આવી છે.

મહત્વનું છે કે, આજરોજ સુધી કુલ 2 કરોડ બાળકોને આ રસી આપવામાં આવી છે.

 

આ અંગે આજરોજ ભારત બાયોટેક દ્વારા સરકારને એક ખાસ અપીલ કરવામાં આવી છે. ભારત બાયોટેકે તમામ આરોગ્ય સંભાળ કાર્યકરોને બાળકોને માત્ર કોવેક્સિન રસી આપવા વિનંતી કરી છે અને કહ્યું છે કે, આ વય જૂથ માટે કોવેક્સિન એકમાત્ર માન્ય કોવિડ રસી છે.

આ ખાસ અપીલ અંતર્ગત કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ જાણ કરી છે કે આ વસ્તી શ્રેણીમાં ફક્ત ‘કોવેક્સિન’ રસી આપવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments