- વિદ્યાર્થી નેતા યુવરાજ જાડેજાએ અસિત વોરાને આપ્યું આવેદન પત્ર
- પરીક્ષાનું પેપર લીક થયાનો સરકારનો સ્વીકાર
ગાંધીનગર: આજરોજ વિદ્યાર્થી નેતા યુવરાજ જાડેજાએ અસિત વોરાને આવેદન પત્ર આપ્યું છે અને ઘટના અંગે પોલીસે પણ તપાસ વધારી છે.
હેડ ક્લાર્કનું પેપર લીક કરવાનો માસ્ટર માઈન્ડ જયેશ પટેલ હોવાનો ખુલાસો થયો છે. આ સાથે જ તેના બે ભત્રીજાએ પેપરલીકનું ષડયંત્ર કર્યું હતું. પેપર દેવલ નામનો વ્યક્તિ લઈ આવ્યો હતો.
આ દેવલનું ઘર ઉંછા ગામની સીમમાં છે. તેના ઘરે જ પેપર લીક મામલે હિલચાલ થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પેપર લીક થયા મામલે ગૌણ સેવા આયોગે સાબરકાંઠા પોલીસને ઇમેઇલ કર્યો છે.
બીજો એક મોટો ખુલાસો
આ ઘટના અંગે બીજો પણ એક મોટો ખુલાસો થયો છે. હેડ ક્લાર્કનું પેપર લીક થયું ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા હાર્મોનિયમ વગાડતા હતા. એક બાજુ લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારમય બની રહ્યું હતું, ત્યારે મંડળના ચેરમેન સંગીતની મહેફિલમાં મસ્ત હતા.