કોરોનાએ ગુજરાતમાં ગંભીર સ્વરૂપ ધારણ તો કર્યુ જ છે, સાથોસાથ તેનો પોઝિટિવિટી રેટ પણ ભયાનક સ્તરે પહોંચી રહ્યો છે. ત્યારે ગુજરાતનાં બે પ્રખ્યાત સિંગર રાકેશ બારોટ અને જીગ્નેશ બારોટ પણ પોઝિટિવ નોંધાયા છે. આ સમાચારથી તેમના ચાહકોને આંચકો લાગ્યો છે.
View this post on Instagram
મહત્વનું છે કે, જીગ્નેશ કવિરાજે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું કે તેમનાં સંપર્કમાં આવેલા તમામ લોકો રિપોર્ટ કરાવી લે. “કોરોના હજી આપણી વચ્ચેથી ગયો નથી, કોરોનાથી સાવચેતી રાખવી આપણા અને આપણા પરિવાર માટે જરૂરી છે,” તેવું તેમણે જણાવ્યું છે.
રાકેશ બારોટે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરતાં જણાવ્યું કે તેઓ પણ કોરોના પોઝિટિવ છે. ત્યારે તેમના ચાહકોએ બંને સિંગર જલ્દીથી સાજા થાય, તે માટે પ્રાર્થના કરી છે.