Omicron વેરિએન્ટ દેશમાં પ્રવેશી ચૂક્યો છે, ત્યારે કર્ણાટક સહિત દેશ ચિંતામાં મૂકાયો છે. આ પગલે મહારાષ્ટ્ર રાજ્યએ રાજ્યમાં પ્રવેશ માટેની નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઇડલાઇન અનુસાર સાઉથ આફ્રિકા, બોત્સાવાના અને ઝિમ્બાબ્વેને હાઇ રિસ્ક કન્ટ્રીઝમાં મૂકવામાં આવ્યા છે.
#Omicron | Govt of Maharashtra revises its guidelines for passengers arriving in the state
In the case of domestic air travel, Passengers will either have to be fully vaccinated or compulsorily carry RT-PCR Test certificate showing negative result within 72 hours before boarding pic.twitter.com/svHb56CHe8
— ANI (@ANI) December 2, 2021
એરપોર્ટ પર હશે સ્પેશિયલ કાઉન્ટર
હાઇ રિસ્ક કન્ટ્રીઝમાંથી આવતા પેસેન્જર્સ માટે દરેક એરપોર્ટ પર અલગ કાઉન્ટર બનાવવાનો આદેશ અપાય છે અને સાથે જ પેસેન્જરે તાત્કાલિક RT-PCR ટેસ્ટ કરાવવો પડશે અને 7 દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડશે. આ ઉપરાંત, બીજો RT-PCR ટેસ્ટ પણ કરાવવો પડશે. જો સાત દિવસમાં એક પણ ટેસ્ટ પોઝિટિવ આવે તો તે પેસેન્જરને તાત્કાલિક હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને જો ટેસ્ટ નેગેટિવ આવે તો પણ તે પેસેન્જરે 7 દિવસનાં હોમ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે.
આ ઉપરાંત, અન્ય રાજ્યોમાંથી આવતા લોકોએ ફરજિયાત વેક્સિન ડોઝનાં સર્ટિફિકેટ અથવા તો 72 કલાકની અંદર કરાવેલો RT-PCR રિપોર્ટ આપવો ફરજિયાત રહેશે.