- છેલ્લા એક મહિનામાં ડ્રગ્સનો કરોડોનો જથ્થો ગુજરાતમાંથી ઝડપાયો
- ATS ટીમ દ્વારા છાપો મારી 120 કિલો ડ્રગ્સ પકડવામાં આવ્યું
મોરબી: છેલ્લાં ઘણા સમયથી ગુજરાતમાં અવાર-નવાર ડ્રગ્સ પકડાતું રહે છે, ત્યારે ખરેખર પંજાબ પછી ‘ઉડતા ગુજરાત’ જેવી પરિસ્થિતિ ઊભી થવાની છે કે કેમ, તે બાબત પર સવાલ ઊઠી રહ્યા છે. ત્યારે તાજેતરમાં સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામથી ગુજરાત ATSની ટીમ દ્વારા દરોડા પાડી મકાનમાંથી 120 કિલો રૂ.નું 600 કરોડ રૂપિયાનું હેરોઈન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.
પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આ હેરોઇન ડ્રગ્સ ઓકટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાન મધદરિયેથી ડિલિવરી લઈ દ્વારકામાં છુપાવ્યું હતું. એ બાદ મોરબી ઝીંઝુડા ગામના એક મકાનમાં છુપાવ્યું હતું.

આ ઘટનાને પગલે રાજયના પોલીસવડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું કે જપ્ત કરવામાં આવેલા હેરોઇનની લગભગ આંતરરાષ્ટ્રીય કિંમત રૂ. 600 કરોડની કિંમત થાય છે. આ કેસમાં સમસુદ્દીન સૈયદ, જબ્બાર મુખ્તાર હુસૈન અને ગુલામ હુસૈનની અટકાયત કરવામાં આવી છે.
મહત્વનું છે કે, પાકિસ્તાનના સ્મગલરો ડ્રગ્સ લઈને આંતરરાષ્ટ્રીય સરહદ સુધી આવે છે. ત્યાર બાદ આરોપીઓ પોતાની બોટ લઈ સરહદ સુધી જાય છે અને પછી માલની ડિલિવરી લઈ લે છે.