આજરોજ ગુજરાત સરકારની કેબિનેટ મિટિંગ મળી હતી, ત્યારે ગુજરાતમાં વધી રહેલાં કોરોના કેસને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાયા છે. ત્યારે ગુજરાતનાં 8 મહાનગરોની સાથે વધુ 17 નગરોમાં રાત્રિ કરફ્યુ લાગુ પડશે.
In addition to 8 major cities and two cities in the state, night curfew will be implemented in 17 more towns: Gujarat CM Bhupendra Patel#COVID19 pic.twitter.com/0Xy2EYnC1r
— ANI (@ANI) January 21, 2022
હાલમાં ફક્ત અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગરમાં રાત્રિ કરફ્યુ છે, જ્યારે આણંદ અને નડિયાદમાં તેનો અમલ થયો હતો, ત્યારે હવે વધુ 17 શહેરોમાં રાત્રિ કરફ્યુ લગાવવા અપીલ કરી છે. રાત્રિ કરફયુની હાલની જે સમય અવધિ 22 તારીખ સુધી હતી, તે 29 જાન્યુઆરી સુધી કરવામાં આવી છે.
આ 17 શહેરોનો સમાવેશ
ગુજરાતનાં જે નગરોમાં રાત્રિ કરફ્યુ લગાવાયો છે, તેમાં સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે, જ્યાં રોજ રાતે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ રહેશે.
મહત્વનું છે કે, રાજ્યમાં કોરોનાનાં કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. 21 ડિસેમ્બર એટલે કે એક મહિના પહેલાં સમગ્ર ગુજરાતમાં 83 જ કેસ હતા, જે આજરોજ એટલે એક મહિના બાદ 20 હજારને પાર પહોંચ્યા છે, જે પરિસ્થિતિ એકદમ ગંભીર અને વિચારવાલાયક છે.
જોકે હોમ ડિલીવરીને લઇને એક સારો નિર્ણય લેવાયો છે, જેમાં રાજ્યમાં નવા નિર્ણયો મુજબ હોટલ અને રેસ્ટોરન્ટ્સને આગામી દિવસોમાં 24 કલાક સુધી હોમ ડિલિવરી કરવાની છૂટ છે કારણ કે કોરોનાની સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે નવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ સાથે જ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10.00 વાગ્યા સુધી બેઠક ક્ષમતાના 75 ટકા સાથે ચાલુ રાખી શકાશે.