Monday, June 5, 2023
Google search engine
HomeGujaratઆનંદો- ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં આટલો ઘટાડો, જાણો નવો ભાવ

આનંદો- ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં આટલો ઘટાડો, જાણો નવો ભાવ

  • ગુજરાત સરકારે VAT ઘટાડવાની કરી જાહેરાત
  • પેટ્રોલમાં કુલ 12 રૂપિયા અને ડિઝલમાં કુલ 17 રૂપિયાનો થશે ઘટાડો

 

ગાંધીનગર: કેન્દ્ર સરકારની પેટ્રોલ-ડિઝલમાં ભાવ-ઘટાડાની જાહેરાત બાદ વિવિધ રાજ્ય સરકારે પણ પોતપોતાની રીતે પેટ્રોલ અને ડિઝલનાં ભાવ ઘટાડ્યા છે, ત્યારે ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રીએ પણ આ અંગે જાહેરાત કરી છે.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પેટ્રોલ પરનો VAT 7 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી છે. આ પગલે ગુજરાતમાં પેટ્રોલનાં ભાવમાં 12 રૂપિયા તો ડિઝલમાં કુલ 17 રૂપિયાનો ઘટાડો થશે. દિવાળી પર આ જાહેરાત પ્રજાજનો માટે ઘણી આશ્વર્યજનક તો સાથે જ આનંદની પણ છે. જોકે, છેલ્લાં કેટલાંય દિવસોથી પેટ્રોલનો ભાવ વધતો જતો હતો અને ઘટવાનું નામ લેતો ન હતો, ત્યારે પ્રજા પણ ત્રાહિમામ પોકારી ગઇ હતી.

કોંગ્રેસ અને અન્ય વિપક્ષોનાં આકરા પ્રહારો

જોકે, કેન્દ્ર સરકારનાં આ નિર્ણય બાદ વિપક્ષે તેને આડે હાથ લીધું છે. કોંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું કે પેટ્રોલનાં ભાવમાં 28 રૂપિયાનો વધારો કરી 5 રૂપિયા ઘટાડીને સરકારે મોટું કામ નથી કર્યુ. 14 પેટાચૂંટણી અને 2 લોકસભા સીટ ગુમાવ્યા બાદ સરકારને આ ભાન થયું છે.

ગુજરાત સિવાય ઉત્તર પ્રદેશમાં પણ યોગી સરકારે 12 રૂપિયા ભાવ ઘટાડ્યો છે, જેનાથી જનતાને મોટી રાહત થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments