ગુજરાતમાં છડેચોક કાગડા કાળા દેખાઇ રહ્યા છે, પરંતુ લોકશાહીનાં પ્રચંડ નાદમાં સત્યનો સૂર લોકો સુધી પહોંચશે કે કેમ, તે જોવાનું છે. હેડ ક્લાર્ક પેપર લીક મામલે વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી જ્યારે દેખાવો કરવા પર ઉતર્યુ છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં તેના કાર્યકર્તાઓને નજરકેદ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, ગતરોજ ગાંધીનગરમાં પકડવામાં આવેલા AAP નાં નેતાઓને જામીન અપાવવા જનાર વકીલને પણ સ્થાનિક પોલીસ દ્વારા અમદાવાદમાં ડિટેઇન કરવામાં આવ્યા છે. એટલે ખરેખર જોઇએ તો સરકાર ઇચ્છતી નથી કે વિરોધપક્ષ સરખો વિરોધ પણ કરે અને માટે જ લોકશાહીનાં મૂલ્યોનું છડેચોક હનન થઇ રહ્યું છે.
गुजरात के युवाओं को न्याय मिले उसलिए कल पेपरलिक के ख़िलाफ़ किए गए विरोध प्रदर्शन के बाद..@AAPGujarat प्रदेश महिला प्रमुख गौरी देसाई समेत 28 क्रांतिकारी महिला कार्यकरो पर @Bhupendrapbjp सरकार और @CRPaatil ने फ़र्जी केस लगाकर कल रात को साबरमती जेल भेजा हैं। :- महिला टीम
— Gauri Desai (@GauriDesaiAAP) December 21, 2021
આ ઉપરાંત, ગતરોજ ગાંધીનગર જિલ્લા કોર્ટે AAP ની 28 મહિલા કાર્યકર્તાઓને જામીન ન આપીને સાબરમતી જેલમાં મોકલી આપી હતી. મોટાભાગનાં કાર્યકર્તાઓ પર 10થી વધુ કલમ લગાવવામાં આવી છે.
શું સરકાર આરોપીઓને છાવરી રહી છે?
પેપર લીક મામલે મોડે-મોડે જાગેલી સરકારને લોકોનો એ જ સવાલ કે શું સરકાર અને તેમનાં હેઠળ કામ કરતી પોલીસ વિરોધપક્ષનાં કાર્યકર્તાઓ પર પગલાં લેવામાં એકદમ એક્ટિવ છે, પરંતુ એ જ પોલીસ જ્યારે આરોપીઓને પકડવાની વાત હતી, ત્યારે કેમ ઢીલાશપણે કામ કરતી હતી?
મહત્વનું છે કે, AAPના નેતા ઈસુદાન ગઢવી, નિખિલ સવાણી, પ્રવીણ રામ, ગોપાલ ઈટાલિયા, શિવકુમાર સહિતના નેતાઓની ધરપકડ બાદ આજે બપોરે 3.30 વાગ્યે ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ મુદ્દે ભાજપ ચૂપ કેમ?
આ ઘટના બાદ ભાજપ તરફથી કે સરકાર તરફથી પણ કોઇ નિવેદન આવ્યું નથી, ત્યારે લોકોમાં એ પણ ચર્ચા છે કે શું ભાજપ પણ માને છે કે કોઇ મોટી ભૂલ થઇ ગઇ છે? કારણકે જે મીડિયા સેલ રાત-દિવસ પોસ્ટ કરીને સતત ચર્ચામાં રહે છે, તે અચાનકથી આ ઘટના મુદ્દે ચૂપ છે. સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ ઘટના બાદ પ્રકાશમાં નથી અને તેમના તરફથી પણ કોઇ નિવેદન નથી.