આવતી કાલથી ફરી આગ ઓગતી ગરમીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગ ઓગતી ગરમીના એંધાણ વચ્ચે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પ્રકોપ ગરમીનો જોવા મળશે.
સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગીર સોમનાથ, પોરબંદરમાં પણ ગરમી પડશે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહીતના વિસ્તારોમાં ગરમી વધશે.
ગરમી આ વખતે વહેલી પડી છે, જેને છેલ્લા કેટલાક વર્ષનો રેકોર્ડ તોડયો છે. એન્ટી સાયકલોનીક સરકયુલેશન ની અસરથી ગત વીકમાં સતત 5 દિવસથી સોમવાર રોજ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોચ્યો હતો પરંતુ બે દિવસથી ગરમીનું વાતાવરણ 2થી 4 ડિગ્રી હળવું પડ્યું છે. ત્યારે ગરમીની સીઝનમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી થયું છે સવારે ઠંડક અને બપોરના સમયે ઠંડક જોવા મળી રહી છે. ત્યારે આવતી કાલે ફરી 25થી 27 માર્ચ દરમિયાન ગરમી રહેશે.
31 માર્ચના રોજ ફરી ગુજરાતના વાતાવરણ પલટો આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાંથી ભેજ ઉપર આવતા વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.