- 31 માર્ચ સુધી આ બજેટ સત્ર ચાલશે
- આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી કેટલીક બાબતો પર વધુ ભાર અપાશે
ગુજરાત વિધાનસભાના બજેટસત્ર પર આ વખતે સૌ કોઈની નજર છે. નવી સરકાર બન્યા બાદ નવી સરકારના મંત્રી કનુભાઇ દેસાઇ આ વખતે પહેલી વાર બજેટ સત્ર રજૂ કરશે. જો કે દર વખતે ફેબ્રુઆરી મહિનાના અંતિમ અઠવાડિયામાં આ બજેટ સત્ર રજૂ થતું આવ્યું છે પરંતુ કોરોના ના કારણે બીજી માર્ચે આ બજેટ રજૂ કરવામાં આવશે.
બજેટસત્ર 35થી 38 દિવસ ચાલતું હોય છે પરંતુ આ વખતે કોરોનાના કારણે બજેટ સત્ર 29 દિવસ ચાલશે. 31 માર્ચ સુધી બજેટ સત્ર ચાલશે. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષના અંતિમ મહિનાઓમાં યોજાય તે પ્રકારની શક્યતાઓ રહેલી છે.
ત્યારે તેને ધ્યાનમાં રાખી ખેડૂતો, મહિલાઓ, ઉદ્યોગકારો વગેરેને ધ્યાનમાં રાખી આ વર્ષનું બજેટ રજૂ કરવામાં આવશે જેથી નવી સરકાર માટે આગામી બજેટ એક પડકારરૂપ સાબિત થઈ શકે છે.
મહત્વનું છે કે, સામેના પક્ષ એટલે કે વિપક્ષમાં પણ નવા ચહેરાઓ આ વખતે આવ્યા છે. ત્યારે નવી સરકારના મંત્રીઓ સાથે બજેટ સત્રમાં સામે કેટલાક મુદ્દાઓ પર સમ સામે દલીલો પણ જોવા મળી શકે છે. જેથી સૌ કોઈની નજર આગામી બજેટ સત્ર પર મંડરાઈ રહી છે.