IPL 2022 માં બે નવી ટીમો ઉમેરાઇ છે, ત્યારે અમદાવાદની ટીમનાં કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ આ ટીમમાં રાશિદ ખાન અને શુભમન ગીલનો સમાવેશ થયો છે.
View this post on Instagram
ત્યારે આજરોજ હાર્દિક પંડ્યાએ એક વીડિયો શેર કર્યો હતો અને મેનેજમેન્ટ તથા ઓનરનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે શાનદાર પર્ફોર્મન્સ માટે તે આતુર છે.
હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે તે આ નવી જર્ની શરૂ કરવા માટે આતુર છે. આ એક નવો એરા છે અને સાથે જ શુભમન ગિલ અને રાશિદ ખાન પણ સારા એવા પ્લેયર છે, જે ટીમને નવી ઊંચાઇઓ પર લઇ જશે.
15 કરોડમાં હાર્દિક પંડ્યાને કરવામાં આવ્યા છે સાઇન
મહત્વનું છે કે, અમદાવાદની ટીમ દ્વારા હાર્દિક પંડ્યાને 15 કરોડમાં સાઇન કરવામાં આવ્યા છે. ટીમનાં મેઇન કોચ તરીકે ભારતનાં ભૂતપૂર્વ બોલર આશિષ નેહરાની પસંદગી કરવામાં આવી છે. ભારતીય ટીમના પૂર્વ કોચ ગેરી કર્સ્ટન અમદાવાદની ટીમના મેન્ટર હશે.
આ પહેલાં હાર્દિક પંડ્યા, મુંબઈ ઈન્ડિયન્સમાં, રાશિદ ખાન સનરાઈઝર્સ હૈદરાબાદમાં અને શુભમન ગિલ કોલકાતા નાઈટ રાઈડર્સમાં રમતા હતા.
લખનૌની ટીમમાં KL રાહુલને કેપ્ટનપદે નિયુક્ત કરવામાં આવ્યો છે. ત્યારે આ બંને ટીમનાં પરફોર્મન્સ પર સૌની નજર રહેશે.