આજરોજ ગુજરાત રાજ્યનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ધંધુકા પહોંચ્યા હતા અને મૃતક કિશન ભરવાડનાં પરિવારની મુલાકાત લીધી હતી. અહીં મૃતક કિશનની પ્રાર્થના સભામાં પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કિશન ભરવાડની માત્ર 20 દિવસની દીકરીને હાથમાં લઈ હર્ષ સંઘવી ભાવુક થયા હતા.
ધંધુકા કેસમાં થયેલ હત્યા મામલે આજરોજ મૃતક યુવકના પરિજનો સાથે ભારે હૈયે મુલાકાત લઈ, તટસ્થ ન્યાય માટે સાંત્વના પાઠવી. pic.twitter.com/QVWD6QmUo3
— Harsh Sanghavi (@sanghaviharsh) January 28, 2022
આ સાથે જ હર્ષ સંઘવીએ પરિવારની મહિલાઓની પણ મુલાકાત કરી હતી અને ખાતરી આપી હતી કે તેઓ તેમને ઝડપથી ન્યાય અપાવશે. મહત્વનું છે કે, હાલમાં પોલીસ દ્વારા બે શકમંદોની ધરપકડ કરવામાં આવી છે અને આ કેસમાં મૌલવીની પણ સામેલગીરી હોવાનું ખૂલ્યું છે.
પરિવાર સાથે મુલાકાત બાદ તેમણે જણાવ્યું કે કિશનની હત્યા કોઈ સામાન્ય હત્યા નથી. છેલ્લા બે દિવસથી બધા આગેવાનોએ આ ઘટનાના તળિયા સુધી જઈને એ પાછળનાં બધાં કારણો શોધવાનો અમારો ઉદ્દેશ હતો. તેમની સાથે લીંબડીના ધારાસભ્ય અને મંત્રી કિરીટસિંહ રાણા પૂર્વ સાંસદ શંભુપ્રસાદ ટૂંડિયા અને VHPના ગુજરાતના અધ્યક્ષ રણછોડ ભરવાડ પણ મળવા પહોંચ્યા હતા.