આજરોજ ધંધુકામાં માલધારી સમાજનાં યુવક કિશન ભરવાડની હત્યાનો મામલો સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. ત્યારે ઘટનાને પગલે ધંધુકાનાં PI ની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવી છે. ધંધુકાના PI સી.બી.ચૌહાણને હટાવીને તેમની જગ્યાએ સાણંદના PI આર.જી.ખાંટને ધંધુકામાં મુકવામાં આવ્યા છે.
અમદાવાદના ધંધુકા ખાતેના કિશન ભરવાડના કેસ અંતર્ગત બે શંકાસ્પદ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.
હું તેમના પરિવારને ખાતરી આપું છું કે, તેમને ઝડપથી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે.
— Harsh Sanghavi (@sanghaviharsh) January 27, 2022
આ સાથે જ ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજરોજ આ ઘટના અંગે ટ્વિટ કરી હતી. તેમણે લખ્યું કે, “અમદાવાદના ધંધુકા ખાતેના કિશન ભરવાડના કેસ અંતર્ગત બે શંકાસ્પદ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. હું તેમના પરિવારને ખાતરી આપું છું કે, તેમને ઝડપથી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે.”
આ ઘટના અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ સહિતના અનેક આગેવાનો ધંધુકા મૃતક કિશન ભરવાડનાં પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. સમાજના આગેવાનો અને પરિવારજનોએ સાથે મીટીંગ કરી હતી અને મૃતક યુવાન કિશને એક સમાજ માટે નહિ પરંતુ હિન્દુ ધર્મ માટે બલિદાન આપ્યું છે, જે માટે તેનું સ્ટેચ્યુ બનાવવા માંગ કરી છે.
Last rites of #kishanbharwad in Gujarat, Dhandhuka
Major question to be investigated here – is how did #Hinduphobic Muhammad Yusuf who attacked Kishan Bharwad sourced the Gun?? Police have held 2 suspects by now! #Justice4kishanbharvad#HinduHumanRightspic.twitter.com/LEYyt1AXcg— Debashish Sarkar 🇮🇳 (@DebashishHiTs) January 27, 2022