ભારત દેશનો સૌથી લાંબો દરિયાકિનારો જો કોઇ રાજ્યને મળ્યો હોય તો તે ગુજરાત છે. પરંતુ, દરિયાકિનારે સહેલગાહની દ્રષ્ટિએ ખાસ પર્યટન પહેલાં નહોતું. ગુજરાત સરકારનાં પ્રયાસો બાદ હાલમાં ઘણાં એવા બીચ છે, જ્યાં લોકો વિકેન્ડ માણવા જાય છે.
આવો જ એક બીચ છે, શિવરાજપુર બીચ. દ્વારકા જગત મંદિરનાં રુક્મિણી મંદિરથી 15 મિનિટનાં અંતરે જ આ ખાસ બીચ આવેલો છે. અહીં શિવરાજપુર ગામ આવેલું છે, જેના નામ પરથી આ બીચને નામ અપાયું છે.
આ સાથે જ અહીં તમે પેરાસેઇલિંગ અને સ્કૂબા ડાઇવિંગ પણ કરી શકો છો.
દ્વારકા અને ઓખા મઢી પણ તેનાં સુંદર દરિયા અને કોરલ રીફ માટે જાણીતા છે. માટે હવે જ્યારે તમે દ્વારકા જાઓ, ત્યારે આ બીચની મુલાકાત લેવાનું ન ભૂલતા.