- આસિત વોરાને ચેરમેનપદેથી હટાવવા માંગ
- યુવા નેતા યુવરાજ જાડેજાએ કરી સખત માંગ
ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં હાલમાં હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલાએ માથું ઊંચક્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીનાં યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ઘટના અંગે પૂરાવા જાહેર કર્યા છે.
મહત્વનું છે કે, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે ખાસ બેઠક બોલાવી હતી અને પોલીસને તપાસનાં સઘન આદેશ આપ્યા છે. આ ઘટના અંગે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા દ્વારા તેના પૂરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ચેરમેન અસિત વોરાએ પેપર લીક કાંડના પૂરાવા ન મળ્યા હોવાની વાત કહી છે.
હાલમાં પેપર લીક કેસમાં અત્યાર સુધી 11 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે. આ તમામ લોકો ગાંધીનગર, અમદાવાદ અને સાબરકાંઠાના રહેવાસી છે, તેવું સામે આવ્યું છે. તો બીજી તરફ ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડનાં ચેરમેન અસિત વોરાએ પેપરલીક અંગે કોઇ પૂરાવા મળ્યા નથી, તેવું પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું, જે મામલે મોટો હોબાળો થવા પામ્યો છે અને તેમને પદ પરથી હટાવવા માંગ કરવામાં આવી છે.
આજરોજ હેડક્લાર્ક પરીક્ષાનાં પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટી મહીસાગર જિલ્લા ટીમ અને સુરત ટીમ દ્વારા કલેકટરશ્રીને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી. pic.twitter.com/XDubvzXmdq
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) December 15, 2021