કોઇ એક લાલચી વ્યક્તિ કે વ્યક્તિઓનાં કર્મે કેટલાં હજારો નિર્દોષોનાં ભોગ લેવાય છે, તેનું તાજું ઉદાહરણ ગુજરાત ગૌણ સેવા સમિતિની હેડ ક્લાર્કની ભરતી છે. આજરોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરીને જણાવ્યું કે સરકાર દ્વારા આ પરીક્ષા રદ કરવામાં આવે છે.
આ સાથે જ તેઓ જણાવે છે કે, આગામી વર્ષે પરીક્ષાઓ ફરી લેવાશે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે જો ગૌણ સેવા મંડળની ભૂલ હશે તો તેમની સામે પણ પગલાં લેવામાં આવશે.
આગામી માર્ચ મહિનામાં ફરી લેવાશે પરીક્ષા
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે આગામી માર્ચ મહિનામાં ફરીવાર હેડક્લાર્કની પરીક્ષા લેવાશે. નવી પદ્ધતિથી પરીક્ષા લઈ શકાય તે માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરાઈ છે. પરીક્ષા પહેલાં જે 70 પરીક્ષાર્થીઓએ પેપર લીધા હતાં તેમને પણ છોડાશે નહીં.