જળ એ જ જીવન!
પાણીને જીવનનો આધાર ગણવામાં આવે છે. જોકે પાણી આપણા શરીરમાં ઘણાં એવા કામ કરે છે, જેનાથી આપણું શરીર સ્વસ્થ રહી શકે છે. તેથી જ ડોક્ટર દિવસ દરમિયાન 4 થી 5 લિટર પાણી પીવાની સલાહ આપે છે.
જોકે, હાલનાં સમયમાં વર્ક સ્ટ્રેસ અને અન્ય પરિસ્થિતિઓને કારણે પાણી પીવાનું રૂટિન જળવાતું તો નથી જ, પરંતુ ક્યારેક એવી પણ પરિસ્થિતિ બને છે કે સળંગ છ-સાત કલાક વ્યક્તિ પાણી પીધા વગર કાઢી નાખે છે. આવી પરિસ્થિતિ શરીર માટે રોગ નોતરી શકે છે.
નિયમિત પાણી પીવાથી ઘણાં ફાયદા થાય છે, જેમ કે-
1- માથાનો દુખાવો દૂર કરે
2- મુડ ફ્રેશ કરે
3- થાકને દૂર કરે
4- અપચામાં રાહત આપે
5- એનર્જી લેવલ બુસ્ટ કરે
6- પાચનશક્તિમાં વધારો
7- શરીરમાંથી નકામું ટોક્સિન દૂર કરે
8- પથરી-રોધક તરીકે કામ આપે
9- શરીરનાં તાપમાનને નિયંત્રિત કરે
10- પીઠનાં દુખાવામાં રાહત આપે
11- વજનને નિયંત્રિત રાખે
આમ, હવેથી તમારા રોજિંદા જીવનમાં એક નિયમિત રૂટિન બનાવીને પાણી પીવાનું ચાલુ કરો અને વણજોઇતી બિમારીઓથી રાહત મેળવો.