- બસે પલટી મારતાં 7 વર્ષની બાળકીનું થયું મોત
- મધ્યપ્રદેશથી ભાણવડ જઇ રહેલી બસને નડ્યો અકસ્માત
જામનગર: જામજોધપુરમાં આજનો દિવસ ગોઝારો બની રહેવા પામ્યો છે. ગોપ અને સણોસરી રોડ પાસે આવેલા ગોલાઇ રોડ પર એક બસે પલટી ખાઇ જતાં 15 લોકો ઘાયલ થયા છે, જ્યારે આ અકસ્માતમાં એક 7 વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે.
ઘાયલ થયેલાં તમામ લોકોને તાત્કાલિક 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આ ખાનગી બસ મધ્યપ્રદેશથી ભાણવડ જઇ રહી હતી, ત્યારે એને અકસ્માત નડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને મેડિકલની ટીમ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી. બસની નીચે દબાયેલા લોકોને JCB ની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.