Tuesday, May 30, 2023
Google search engine
HomeIndiaયાત્રાધામ કેદારનાથમાં દુર્ઘટના: પ્રવાસીઓને લઇ જતું હેલિકોપ્ટર થયું ક્રેશ

યાત્રાધામ કેદારનાથમાં દુર્ઘટના: પ્રવાસીઓને લઇ જતું હેલિકોપ્ટર થયું ક્રેશ

ઉત્તરાખંડમાં આવેલાં પવિત્ર યાત્રાધામ કેદારનાથમાં આજરોજ મોટી દુર્ઘટના સર્જાઇ હતી. બપોરે 12 વાગ્યાની આસપાસ યાત્રીઓને લઇ જતું હેલિકોપ્ટર ગરુડચટ્ટીમાં ક્રેશ થયું હતું. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 7 લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં બે પાયલટનો પણ સમાવેશ થાય છે.

ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલોપમેન્ટ ઓથોરિટીનાં જણાવ્યા અનુસાર ઉત્તરાખંડથી ટેક-ઓફ થયેલું આ હેલિકોપ્ટર ગુપ્તકાશી તરફ જઇ રહ્યું હતું, ત્યારે 11:40 એ આ દુર્ઘટના સર્જાઇ.

કેદારનાથના દર્શને ગયેલાં એક યાત્રીએ જણાવ્યું હતું કે અહીં ભારે વરસાદ પડી રહ્યો હતો અને બપોરે માત્ર 15 મિનિટમાં હવામાન અચાનક ખરાબ થઈ ગયું હતુ. આ પછી અમારી ઉડાનને પણ અટકાવી દેવામાં આવી હતી.

આ ઘટના બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે આ દુર્ઘટના બાબતે રાજ્ય સરકાર સંપર્કમાં છીએ અને સરકાર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments