Pushpa ની ધમાકેદાર સફળતા બાદ તેલુગુ સ્ટાર Allu Arjun ની વધુ એક ફિલ્મ કે જે હિન્દીમાં રિલીઝ થવાની છે, તેનું ટ્રેલર આજરોજ લોન્ચ થયું છે. આ ફિલ્મ 2020માં આવેલી Ala Vaikunthampurramuloo છે, જે તાજેતરમાં જ હિન્દી ડબ થઇ છે.
આ ફિલ્મમાં Allu Arjun લીડ રોલમાં છે અને સાથે જ પૂજા હેગડે પણ જોવા મળશે. સાથે જ મુરલી શર્મા, તબુ, સચિન ખેડેકર પણ મહત્વનાં રોલમાં જોવા મળે છે.
આ ફિલ્મ તે સમયે સુપરહિટ રહી હતી અને OTT પ્લેટફોર્મ પર પણ ધૂમ મચાવી હતી. આ ફિલ્મ 6 ફેબ્રુઆરીનાં રોજ ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવશે.