ICC દ્વારા તાજેતરમાં કોરોનાનાં નવા વેરિએન્ટને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે. ઝિમ્બાબ્વેમાં રમાઇ રહેલી ICC મહિલા વિશ્વકપની ક્વાલિફાયર મેચો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકામાં મળી આવેલા નવા કોરોના વેરિએન્ટને લઇને International Cricket Council એ આ નિર્ણય તાત્કાલિક પણે લીધો છે.
JUST IN: The ICC Women’s Cricket World Cup Qualifier in Zimbabwe has been called off due to Covid risk.
Details 👇https://t.co/VXQDhaI2Re
— ICC (@ICC) November 27, 2021
ICC નાં ઇવેન્ટ્સ હેડ ક્રિસ ટેટલીએ જણાવ્યું કે આ ટુર્નામેન્ટનો અંતિમ ભાગ કરતાં તેઓ દુ:ખ અનુભવે છે. પરંતુ, કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતાં આ નિર્ણય તાત્કાલિક રીતે લેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, 5મી ડિસેમ્બર સુધી આ મેચો રમાવાની હતી, જે હવે ન્યૂઝીલેન્ડમાં રમાશે. આવતા વર્ષે ત્રણ પ્લેસ માટે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને વેસ્ટઇન્ડિઝ પોતાના ક્વાલિફાઇંગ રાઉન્ડ રમશે. આ પહેલાં શ્રીલંકા અને વેસ્ટઇન્ડિઝની મેચ જે રમાવાની હતી, તે પણ રદ કરવી પડી હતી કારણકે શ્રીલંકા ટીમનાં સપોર્ટ સ્ટાફ મેમ્બર કોવિડ પોઝિટિવ નોંધાયા હતા.
આ પહેલાં સાઉથ આફ્રિકામાં રમાઇ રહેલી નેધરલેન્ડ સાથેની ટુર પણ તાત્કાલિક પણે રદ કરવી પડી છે.
South Africa and Netherlands have mutually agreed to postpone the ongoing #CWCSL ODI series.
Details 👇https://t.co/4NakdWlBol
— ICC (@ICC) November 27, 2021