ગુજરાત વિદ્યાપીઠનાં પૂર્વ કુલપતિ અને રેમન મેગ્સેસે એવોર્ડ વિજેતા એકમાત્ર ગુજરાતી મહિલા એવા ઇલાબેન ભટ્ટનું આજરોજ નિધન થયું છે. તેમના અવસાનથી ગુજરાતને એક અનોખી ખોટ પડશે.
છેલ્લાં ઘણાં સમયથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી, જેને કારણે તેમણે કુલપતિ પદેથી રાજીનામું પણ આપ્યું હતું. ત્યારે આવતીકાલે સવારે તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
જન્મ અને શિક્ષણ
ઇલાબેન ભટ્ટનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમના પિતા સુમંતરાય ભટ્ટ સફળ વકીલ હતા અને તેમની માતા વનલીલા વ્યાસ સ્ત્રીઓની ચળવળમાં સક્રિય હતા. અને તેઓ કમલાદેવી ચટ્ટોપાધ્યાય દ્વારા સંસ્થાપિત ઓલ ઈંડિયા વુમન્સ કોન્ફરેન્સના સેક્રેટરી હતાં.
મહત્વનું છે કે, 1985માં તેમને ભારત સરકારે પદ્મશ્રી એનાયત કર્યો અને 1986માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. 1977માં સમુદાય નેતૃત્વ માટે તેમને રેમોન મેગ્સેસે પુરસ્કાર મળ્યો અને 1984માં રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ મળ્યો.