થોડાં દિવસો પહેલાં જ ભારતનાં બની રહેલાં સૌથી મોટાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ઉત્તર પ્રદેશનાં મહત્વનાં એવા નોઇડા એરપોર્ટનો શિલાન્યાસ થયો હતો. ત્યારે તેના પ્રોપગેન્ડામાં જે તસવીરો જાહેર કરવામાં આવી છે, તેને પગલે ભારત હાંસીનું પાત્ર બન્યું છે.
Errr….Shocked to know that Indian government officials had to use photographs of China Beijing Daxing International Airport as proof of their "achievements of infrastructure". 🤦♂️🤦♂️🤦♂️ pic.twitter.com/bfz7M4b8Vy
— Shen Shiwei沈诗伟 (@shen_shiwei) November 26, 2021
નોઇડા એરપોર્ટનાં ભવિષ્યની ઇમેજ તરીકે જે તસવીરો ગવર્નમેન્ટનાં ઓફિશિયલ એકાઉન્ટ અને વિવિધ મંત્રીઓનાં એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી છે, તે ખરેખર ચાઇનાનાં Daxing Airport ની છે. ચાઇનીઝ સ્ટેટ ટીવીનાં એમ્પલોઇ Shen Shiwei દ્વારા ટ્વીટર પર એક કોલાજ શેર કરવામાં આવ્યું હતું, જેમાં નેતાઓ દ્વારા કરવામાં આવેલી ટ્વીટ છે. આ સાથે જ લખવામાં આવ્યું હતું કે, “Indian government’s fake news propaganda debunked”
આ સાથે જ તેમણે Beijing નાં Daxing Airport ની ઇમેજ પણ શેર કરી છે. જાણીતી ફેક્ટ ચેકિંગ વેબસાઇટ India Today દ્વારા પણ આ અંગે આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો છે.