વર્ષ 2019 નાં વર્ષમાં કોરોના મહામારીનાં લીધે જૂનાગઢમાં મહાશિવરાત્રી પર યોજાતો મેળો બંધ રહ્યો હતો ત્યારબાદ પણ કોરોના મહામારી યથાવત રહેતાં સરકાર દ્વારા જાહેર મેળાવડા ઉપર પ્રતિબંધ મૂકાયો હતો અને મેળાને મંજૂરી મળી ન હતી.
જોકે,આમ છતાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 20/21 માં મેળા માટે 28.15 લાખ અને એપ્રિલ 2021 થી નવેમ્બર 2021 સુધીમાં 82.32 લાખ રૂપિયાનો ખર્ચ મેળાના આયોજન માટે કરવામાં આવ્યો છે.
બે વર્ષથી મેળાનું આયોજન થયું નથી, છતાં પ્રજાના વેરાના નાણામાંથી ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે આ બાબત મહાનગરપાલિકાના રેકોર્ડ પર ઉપલબ્ધ છે. આથી આ ખર્ચ અંગે વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે વોર્ડ નંબર 4 ના નગરસેવકે મુખ્યમંત્રી સહિતના રજૂઆત કરી જવાબદારો સામે પગલાં લેવા માંગ કરી છે.