દેશમાં કોરોનાની ચોથી લહેરનાં એંધાણ વચ્ચે કોરોના કેસોની સંખ્યામાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે અપડેટ કરેલા આંકડા અનુસાર ગત 24 કલાકમાં 2,451 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે.
#Unite2FightCorona#LargestVaccineDrive
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/UCg9dI0qvO pic.twitter.com/ne3bI2y3h6
— Ministry of Health (@MoHFW_INDIA) April 22, 2022
આ નવા આંકડા સાથે જ દેશમાં કોરોનાના કેસની કુલ સંખ્યા વધીને 4,30,52,425 થઇ ગઇ છે, જ્યારે એક્ટિવ કેસ વધીને 14,241 થઇ ગઇ છે. જો કે, દૈનિક પોઝિટિવીટી રેટ હજી 0.55% છે, જે રાહતની વાત છે.
મહત્વનું છે કે, કોરોનાનાં વધી રહેલાં કેસને કારણે વિવિધ રાજ્યોએ માસ્ક પહેરવાનું ફરી ફરજિયાત કર્યુ છે, જે માર્ચ અંતમાં મરજિયાત કર્યુ હતું. 24 કલાકની અવધિમાં સક્રિય કોવિડ 19 કેસલોડમાં 909 કેસ વધ્યા છે. છેલ્લાં 24 કલાકમાં 1589 લોકો સાજા પણ થયાં છે, જે સારી વાત છે.