આજરોજ ભારતીય ક્રિકેટ ટીમે એક ઐતિહાસિક જીત હાંસલ કરી છે. અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી પ્રથમ ODI મેચમાં ભારત અને વેસ્ટ-ઇન્ડિઝ વચ્ચે મુકાબલો યોજાયો હતો, જેમાં ભારતીય ટીમે 6 વિકેટે જીત મેળવી છે.
1ST ODI. India Won by 6 Wicket(s) https://t.co/VNmt1PeR9o #INDvWI @Paytm
— BCCI (@BCCI) February 6, 2022
મહત્વનું છે કે, વેસ્ટ-ઇન્ડિઝે પ્રથમ દાવ લેતાં 176 રનમાં ઓલ-આઉટ થઇ ગયું હતું. વેસ્ટ-ઇન્ડિઝ તરફથી જેસન હોલ્ડરે સૌથી વધુ 57 રન માર્યા હતા. યુઝવેન્દ્ર ચહલે 4 વિકેટ જ્યારે વોશિંગ્ટન સુંદરે 3 વિકેટ ઝડપી હતી.
કેપ્ટનની શાનદાર ઇનિંગ
ભારત લક્ષ્યનો પીછો કરતાં શાનદાર શરૂઆત કરી હતી, જેમાં કેપ્ટન રોહિત શર્માએ 60 રન ફટકાર્યા હતા, જ્યારે વિરાટ કોહલી ફક્ત 8 રને આઉટ થઇ ગયા હતા. સૂર્યકુમાર યાદવ અને દીપક હુડાએ શાનદાર રીતે ઇનિંગ રમીને ભારતને વિજય અપાવ્યો હતો.