ભારત અને પાકિસ્તાનની મેચ: આ શબ્દો સાંભળતા જ ભલભલાંના કાન ઊભા થઇ જતાં હોય છે અને ક્યારે છે મેચ, તે જાણવા તત્પર હોય છે. ત્યારે આગામી T20 વર્લ્ડ કપની જાહેરાત થઇ ગઇ છે, જેમાં ભારત અને પાકિસ્તાનની પણ મેચ રમાશે. 23 ઓક્ટોબરનાં રોજ આ મેચ રમાવાની છે.
આ વખતે વિશ્વ કપને ઓસ્ટ્રેલિયા હોસ્ટ કરી રહ્યું છે. ત્યારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ મેચ રમાશે. Super 12 ની આ ખાસ લીગમાં ટોચની બધી ટીમો સામેલ છે.
મહત્વનું છે કે, T20 વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાન સૌપ્રથમ 2007માં ટકરાયું હતું. ત્યારે રોબિન ઉથપ્પા અને કેપ્ટન ધોનીએ શાનદાર બેટિંગ કરી ભારતને 141ના સ્કોરે પહોંચાડ્યુ હતું, જ્યારે હરભજન સિંહ અને અન્ય બોલર્સે શાનદાર પ્રદર્શન કરી જીત અપાવી હતી. સાથે જ ફાઇનલ પણ પાકિસ્તાન સાથે રમાઇ હતી, જેમાં તેને હરાવીને ભારતે પ્રથમ T20 ટાઇટલ કબ્જે કર્યુ હતું.
કોણ-કોણ રમશે આ વિશ્વ કપ?
આ વખતે અન્ય ટીમોમાં સ્કોટલેન્ડ, નામિબિયા અને અફઘાનિસ્તાન પણ આ વિશ્વ કપમાં રમવાનું છે.