Monday, May 29, 2023
Google search engine
HomeIndiaઆખરે ભારત બન્યું નંબર 1! જાણો, કેટલી વસ્તી છે આપણાં દેશમાં?

આખરે ભારત બન્યું નંબર 1! જાણો, કેટલી વસ્તી છે આપણાં દેશમાં?

આજરોજ યુનાઇટેડ નેશન્સ દ્વારા ભારતની વસ્તીને સત્તાવર રીતે પ્રથમ નંબરે પહોંચવાનાં સમાચાર આપ્યા છે. ભારતની વસ્તી ચીન કરતાં 29 લાખથી વધવા પામી છે અને કુલ 142.86 કરોડ લોકો સાથે આપણો દેશ પ્રથમ નંબરે છે.

ચીનની વસ્તી 142.57 કરોડ થવા પામી છે. આ સાથે જ ભારતની કુલ વસ્તી આફ્રિકા, અમેરિકન અને યુરોપ ખંડની વસ્તી કરતાં પણ વધારે છે. મહત્વનું છે કે, સૌથી વધુ વસ્તી ધરાવતા બે દેશો એશિયાનાં છે.

મહત્વની વાત એ છે કે, ભારતની વસ્તીમાં અપેક્ષિત આયુષ્ય પુરુષોમાં 71 વર્ષનું, જ્યારે મહિલાઓમાં 74 વર્ષનું છે, જે ચીન કરતાં ઓછું છે. ચીનમાં પુરુષોનું અપેક્ષિત આયુષ્ય 76 વર્ષ, જ્યારે મહિલાનું અપેક્ષિત આયુષ્ય 82 વર્ષ છે.

જાપાનમાં વધી રહી છે વૃદ્ધોની સંખ્યા

આ ઉપરાંત, તાજેતરનાં આંકડાઓ મુજબ જાપાનમાં વૃદ્ધોની સંખ્યા વધવા પામી છે, જે જાપાન માટે ચિંતાનો વિષય બન્યો છે. આની પાછળ જાપાનીઝ યુવાનોની લાઇફ-સ્ટાઇલ અને તેમનામાં એકલા રહેવાની વધતી ઇચ્છા જવાબદાર છે. આ કારણે જ જાપાન નોકરીમાંથી રજા લેવા, પ્રવાસ કરવા તથા પરિવાર વધારવા પર યુવાનોને વધુ પ્રોત્સાહન આપી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments