Tuesday, May 30, 2023
Google search engine
HomeIndiaડ્રેગનનાં ફૂંફાડા પર ભારતનો વધુ એક પ્રહાર- ચીન સામે ભર્યુ આ મોટું...

ડ્રેગનનાં ફૂંફાડા પર ભારતનો વધુ એક પ્રહાર- ચીન સામે ભર્યુ આ મોટું પગલું

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ સતત ચાલતો રહે છે, ત્યારે ભારતે એક મોટું પગલું ભર્યુ છે. હવેથી ચીનના નાગરિકોને ઈલેક્ટ્રોનિક ટુરિસ્ટ વિઝા એટલે કે E-Visa નહીં અપાય, તેવો ભારતે નિર્ણય લીધો છે.

ચીન સહિત, યુનાઈટેડ કિંગડમ, ઈરાન, મલેશિયા, ઈન્ડોનેશિયા અને સાઉદી અરબના નાગરિકોને પણ હવે ભારત E-Visa નહીં આપે. આ દેશો સિવાયનાં દેશો માટે ભારતે E-Visa ની સવલત ઓપન રાખી છે.

ભારતે 2015-16માં ચીની પર્યટકો માટે પ્રાયર રેફરલ કેટેગરી (PRC) નિયમોમાં ઢીલ આપી હતી અને ચીનને ઈ-વિઝા મેળવનારા 171 દેશોમાં સામેલ કર્યું હતું. જો કે માર્ચ 2020માં યાત્રા પ્રતિબંધોની જાહેરાત બાદ કોવિડ-19 ફાટી નીકળ્યા બાદ તમામ ટુરિસ્ટ ઈ-વિઝા રદ કરવામાં આવ્યા હતા.

શું છે E-Visa?

E-Visa એ વિઝા મેળવવા માટેની એક ઓનલાઇન પ્રોસેસ છે, જેમાં તમે બિઝનેસ અથવા તો ટુરિઝમ પર્પઝ માટે વિઝા એપ્લાય કરી શકો છો. એક વખત વિઝા પાસ થાય એટલે જે-તે એપ્લિકેશન કરનારને ઓનલાઇન પરમિટ મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments