ભારત દેશમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ તો ઘણાં શહેરોમાં છે, પરંતુ દેશમાં હવે પ્રથમવાર વોટર મેટ્રો શરૂ થવા જઇ રહી છે. આ મેટ્રો ટ્રેક્સની જગ્યાએ પાણીમાં દોડશે. વડાપ્રધાન મોદી 25 એપ્રિલનાં રોજ તેનું ઉદ્ઘાટન કરવાનાં છે.
ભારતનાં દક્ષિણત્તમ રાજ્ય કેરળમાં આ વોટર મેટ્રો શરૂ થવાની છે. આ મેટ્રો કેરળનાં 10 ટાપુઓને જોડશે, જેમાં શરૂઆતમાં 8 જેટલી હાઇબ્રિડ બોટ હશે. આ ફેરીમાં મિનિમમ ભાડું 20 રૂ. થી શરૂ થશે, જે મહત્તમ 40 રૂ. સુધી જશે. સાથે જ પેસેન્જર્સ વીકલી, મન્થલી અને ક્વાર્ટલી પાસ પણ કઢાવી શકશે, જે અનુક્રમે 180, 600 અને 1500 રૂ.માં ઉપલબ્ધ કરવામાં આવશે.
A significant enhancement to Kochi's infrastructure! The Kochi Water Metro would be dedicated to the nation. It will ensure seamless connectivity for Kochi. pic.twitter.com/SAvvEz8SFt
— Narendra Modi (@narendramodi) April 23, 2023
કેટલી હશે બોટની ક્ષમતા?
વોટર મેટ્રો તરીકે જે બોટનો ઉપયોગ કરવામાં આવશે, તેની ક્ષમતા 50 થી 100 મુસાફર જેટલી છે, જે દર 15 મિનિટે પોતાના નિયત સ્થાનેથી ઉપડશે. મહત્વનું છે કે, આ ફેરી એટલે કે વોટર મેટ્રોથી ટ્રાફિકની ઝંઝટમાંથી લોકોને રાહત મળશે અને સાથે જ પ્રવાસનની દ્રષ્ટિએ તે મહત્વનો પણ બની રહેશે.
કેરળનાં મુખ્યમંત્રી પિનરાઇ વિજયને જણાવ્યું કે કોચીનમાં પણ વિશ્વકક્ષાનો વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થશે, જેમાં કુલ 78 ઇલેક્ટ્રિક બોટ થકી 38 ટર્મિનલને જોડવામાં આવશે.