કાનપુરમાં રમાઇ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ બંને ટીમ માટે મિશ્ર રહ્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં ભારત હાલ 4 વિકેટ ગુમાવીને 258 રને રમતમાં છે. રવિન્દ્ર જાડેજા 50 રન જ્યારે શ્રેયસ અય્યર 75 રન સાથે રમતમાં છે.
145 રનમાં જ ગુમાવી દીધી 4 વિકેટ
આ પહેલાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં પહેલી 4 વિકેટ 145 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. ત્યારપછી 5મી વિકેટ માટે શ્રેયસ અય્યર અને રવીંદ્ર જાડેજાએ 208 બોલમાં 113 રન જોડી બનાવી ટીમ ઈન્ડિયાની ઈનિંગ સંભાળી હતી.
ન્યૂઝીલેન્ડ તરફથી જેમિસને 3 વિકેટ જ્યારે સાઉથીએ એક વિકેટ લીધી હતી. ઓપનર મયંગ અગ્રવાલ 13 રન જ્યારે શુભમન ગિલ 52 રન ફટકારી આઉટ થયા હતા. આ વખતે ભારત તરફથી અજિંક્યા રહાણે કેપ્ટનશિપ કરી રહ્યા છે, જ્યારે પૂજારા વાઇસ કેપ્ટન છે. શ્રેયસ અય્યરે આ મેચથી ટેસ્ટ ડેબ્યુ કર્યુ છે.
#TeamIndia Playing XI for the 1st Test at Kanpur.
Shreyas Iyer is all set to make his Test debut.
Live – https://t.co/WRsJCUhS2d #INDvNZ @Paytm pic.twitter.com/K55isD6yso
— BCCI (@BCCI) November 25, 2021
મેદાનમાં લાગ્યા પાકિસ્તાન મુર્દાબાદનાં નારા
આ પહેલાં મેચ શરૂ થતાનાં કલાકમાં ઓડિયન્સ સાઇડથી પાકિસ્તાન મુર્દાબાદનાં નારા લાગવાનાં શરૂ થયા હતા. મહત્વનું છે કે કાનપુરમાં ભારતે કુલ 22 ટેસ્ટ રમી છે, જેમાંથી 7માં વિજય અને 3 માં હાર મેળવી છે. 12 ટેસ્ટ ડ્રો રહેવા પામી હતી.