- અફઘાનિસ્તાન સહિત કોરોનાનાં મુદ્દા રહી શકે છે મુખ્ય
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સંમેલનની અધ્યક્ષતા
વર્ષ 2021નું BRICS સંમેલન આગામી 9મી સપ્ટેમ્બરથી શરૂ થશે. બ્રાઝિલ, રશિયા, ચીન, સાઉથ આફ્રિકા સાથે ભારત આ સંમેલનમાં ભાગ લેશે અને સાથે જ અધ્યક્ષતા કરશે.
2009 માં યોજાયું હતું પ્રથમ સંમેલન
મહત્વનું છે કે, દુનિયાની કુલ વસ્તીની કુલ 41% વસ્તી ધરાવતાં આ પાંચ દેશોનું પ્રથમ સંમેલન વર્ષ 2009માં યોજાયું હતું, જેમાં ત્યારે ચાર જ દેશ હતા. આ સંમેલનમાં ભારતનાં વડાપ્રધાન મનમોહન સિંહે ભાગ લીધો હતો.
સાઉથ આફ્રિકાને વર્ષ 2010માં આ સંમેલનમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યારથી BRIC સંમેલનનું નામ બદલાઇને BRICS સંમેલન થયું. ત્યારે આ વખતે 13મું સંમેલન યોજાવા જઇ રહ્યું છે, જેમાં વ્યાપાર સહિત ઘણાં મુદ્દાઓ સામેલ કરવામાં આવશે. આ વખતની સંમેલનની થીમ છે- ‘BRICS@15: Intra-BRICS cooperation for continuity, consolidation and consensus’.
આ સાથે જ યુરોપિયન યુનિયન દ્વારા લાગુ કરવામાં આવેલો કાર્બન ટેક્સ પણ ચર્ચાને સ્થાને રહેશે, જેના વિરોધમાં લગભગ આ તમામ પાંચ દેશો છે.