- ભારત તરફથી ઉમેશ યાદવે ત્રણ જ્યારે બુમરાહ-જાડેજા અને ઠાકુરે ઝડપી બે વિકેટ
- પાંચ ટેસ્ટની સિરીઝમાં 2-1 થી મેળવી લીડ
ઓવલ ખાતે રમાઇ રહેલી ટેસ્ટમાં ભારતે ચોથી ટેસ્ટનાં પાંચમાં દિવસે ભારતે 157 રનથી ઇંગ્લેન્ડને હરાવીને મેચ પોતાના નામે કરી હતી. ભારતે બીજી ઇનિંગનાં અંતે આપેલા 367 રનનાં લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડની ટીમ 210 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી.
બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડની શરૂઆત સારી રહી હતી, પરંતુ ત્યારબાદ ધબડકો થયો હતો. રોરી બર્ન્સ 50 રન જ્યારે હસીમ હમીદ 63 રન બનાવીને આઉટ થયા હતા.
મહત્વનું છે કે, આ પહેલાં ભારત તરફથી રોહિત શર્માએ વિદેશની ધરતી પર પ્રથમ ટેસ્ટ સદી ફટકારતા 127 રન બનાવ્યા હતા. આ સિવાય ચેતેશ્વર પુજારાએ 61, ઠાર્દુલ ઠાકુરે 60, રિષભ પંતે 50 અને વિરાટ કોહલીએ 44 રન બનાવ્યા હતા. આ સિવાય લોઅર ઓર્ડરે પણ રન બનાવી ભારતની સ્થિતિ મજબૂત કરી હતી.