અમેરિકામાં ફક્ત ધંધાકીય નહીં પરંતુ રાજનીતિમાં પણ ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ દબદબો વધારી રહ્યા છે. ત્યારે માત્ર 1500ની વસ્તી ધરાવતા ગુજરાતી ગામડાંના મૂળવતની એવા સેમ જોશી એડિસન શહેરનાં મેયર બન્યા છે.
ન્યૂ જર્સી સ્ટેટનાં એડિસન શહેરનાં મેયર

મહત્વનું છે કે, તાજેતરમાં જ અમેરિકાનાં ન્યૂજર્સી રાજ્યનાં એડિસન શહેરની મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં ગુજરાતી મૂળના સમીપ જોશી ઉર્ફે સેમ જોશી મેયર તરીકે ચૂંટાઇ આવ્યા છે.સેમ જોશી અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર હતા. આ ઇલેક્શનમાં જીત્યા બાદ સેમએ એડિસનનાં લોકોનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું હતું કે, “The people of Edison have spoken, and now it’s time for our Democratic Party and our community to come together and move forward into a new era of progress, and I could not be more excited to hopefully have the opportunity to lead Edison into that new day.”
મૂળ તેઓ પંચમહાલ જિલ્લાનાં હાલોલ તાલુકાનાં શિવરાજપુર ગામના વતની છે. આ પહેલાં તેઓ એડિસનમાં કાઉન્સિલર પદે પણ રહી ચૂક્યા છે.
સમીપનાં કાકા રાજ જોશી ચાલીસ વર્ષથી અમેરિકામાં સ્થાયી છે. ત્યારે તેમણે સમીપનાં પિતાને વર્ષ 1995માં ત્યાં બોલાવી લીધા હતા અને ત્યારથી આખો પરિવાર એડિસનમાં રહે છે.