બાોલિવૂડના અનેક સ્ટાર અને તેમની ફિલ્મો અને ગીતો વિદેશોમાં પણ ફેમસ છે. તાજેતરમાં જ આવેલી ફિલ્મ પુષ્પાને લઈને તેના ગીતો એટલા બધા ફેમસ થયા છે કે, ક્રિકેટરોથી લઈને વિવિધ દેશાેના ઈન્ફ્લુઅન્સર તેના ગીતાે પર અને એ જ પ્રકારની એક્શન કરતા જાેવા મળ્યા હતા. આવા જ એક સોશિયલ મીડિયા સ્ટાર કિલી પોલ છે.
તાન્ઝાનિયાના કિલી પોલ ભારતીય હાઈ કમિશને સન્માન કિલી બોલિવૂડ ગીતો પર ખૂબ સારી રીતે લિપસિંક કરે છે અને એ જ પ્રકારે ડાન્સ કરતો જોવા મળે છે. ઘણાં વીડિયોઝમાં કિલી તેમની બહેન નીમા પોલ સાથે પણ જોવા મળે છે અને બંને મળીને સારા એવા ક્રિએટીવ વીડિયોઝ બનાવે છે.
View this post on Instagram
કિલીના ઈન્સ્ટાગ્રામમાં જ 23 લાખ ફોલોઅર છે અને તેમાંથી ભારતીય ફોલોઅર ઘણાં છે. તાન્ઝાનિયામાં ભારતીય હાઈ કમિશને કાઈલી પાેલને ઑફિસ બોલાવીને તેનું સન્માન કર્યું હતું. ભારતીય અને તેમાં પણ ખાસ કરીને સાઉથ ફિલ્માેનાે તે આશિક છે અને સાઉથની ફિલ્માેની એક્શનમાં તે ડાન્સ કરતાે વધુ જાેવા મળે છે. તેની સ્ટાઈલ સાેશિયલ મીડિયા પર એટલી બધી વાયરલ થઈ કે તે રાતાે રાત સ્ટાર બની ગયાે. આ સન્માન બદલ કીલીએ તેનાે ફાેટાે સાેશિયલ મીડિયા પર શેર કર્યાે હતાે.
કિલી પોલે પણ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભારતીય હાઈ કમિશનનો પણ આભાર માન્યો હતાે અને કહ્યું કે,ભારતીય હાઈ કમિશન, તમારો ખૂબ ખૂબ આભાર.