- રાજસ્થાનનાં બાડમેર નજીક બનાવવામાં આવી નવી એર-સ્ટ્રીપ
- કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને નીતિન ગડકરી હાજર રહ્યા
જયપુર: આજરોજ ભારત દ્વારા પાકિસ્તાનની સરહદ નજીક ખાસ શક્તિ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજસ્થાનનાં બાડમેર નજીક સ્પેશિયલ એર-સ્ટ્રીપ બનાવવામાં આવી. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને નીતિન ગડકરીની હાજરીમાં નેશનલ હાઇવે-925 પર ઇમરજન્સી લેન્ડિંગ ફિલ્ડ – ELF નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
Raksha Mantri @rajnathsingh & Minister for Road Transport & Highways @nitin_gadkari inaugurate Emergency Landing Facility for Indian Air Force in Barmer, Rajasthan
National Highway used for emergency landing of @IAF_MCC aircraft for the first time
Read: https://t.co/bGRazxoe4T pic.twitter.com/oxEwP7v4Zd
— PIB India (@PIB_India) September 9, 2021
રાજસ્થાન-પાકિસ્તાન બોર્ડરની નજીક શક્તિ-પ્રદર્શન
ભારતીય વાયુસેનાનાં ફાઇટર સુખોઇ SU-30MKI તથા જેગુઆરને હાઇવે સ્ટ્રીપ પર ઉતારવામાં આવ્યા હતા. સાથે જ તેની સાથે અહીં એરક્રાફ્ટ પાર્ક કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ અંગે ઉપસ્થિત કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ભારત હવે દુશ્મનોનાં કોઇપણ પડકાર માટે સજ્જ છે. આ લાંબા સ્ટ્રેચને તૈયાર કરવામાં 19 મહિનાનો સમય લાગ્યો હતો. જેના પરિણામે હવે ભારતીય વાયુસેના યુદ્ધ સિવાયની પરિસ્થિતિમાં પણ સામાન્ય નાગરિકોને મદદ કરવા માટે આ એર-સ્ટ્રીપનો ઉપયોગ કરશે.
આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે દેશમાં અલગ-અલગ 20 સ્થળોએ આ રીતે હાઇવે ઉપર એર-સ્ટ્રીપ તૈયાર કરવામાં આવી રહી છે, જેનો લાભ દેશને આપત્તિજનક પરિસ્થિતિમાં મળશે.