નવા વર્ષની નવી શરૂઆતમાં ભારતીય સેનાએ લદ્દાખમાં ચીની સેના સામે પરાક્રમ કરી બતાવ્યું છે. ભારતીય સેનાએ ગલવાન ઘાટીમાં ભારતીય તિરંગો ફરકાવ્યો છે. આ મહત્વનો પ્રસંગ એવા સમયે બને છે, જ્યારે કેટલાંક મીડિયા રિપોર્ટે ચીની આક્રમણનો દાવો કર્યો હતો.
Indian Army unfurls national flag in Galwan valley on New Year
Read @ANI Story | https://t.co/X2GjIw5CZt#IndianArmy #GalwanValley #NewYear pic.twitter.com/7xHZVX1YO7
— ANI Digital (@ani_digital) January 4, 2022
મહત્વનું છે કે, કેટલાક દિવસો પહેલા ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે ચીને ભારતના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં 15 સ્થાનોની ચીની અક્ષરો, તિબ્બતી અને રોમન વર્ણમાલાના નામની જાહેરાત કરી હતી. ચીન અરુણાચલ પ્રદેશને પોતાનું દક્ષિણ તિબેટ હોવાનો દાવો કરે છે. ત્યારે આજરોજ ભારતીય સેનાએ ગલવાન ઘાટીમાં પોતાનો દાવો મજબૂત કરતાં ત્રિરંગો ફરકાવ્યો છે.