આજરોજ ભારત સરકાર દ્વારા વધુ 54 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ખાસ પ્રતિબંધ સાઇબર સુરક્ષા અંતર્ગત ભારત સરકાર દ્વારા મૂકવામાં આવ્યો છે. આ એપ્સમાં Sweet Selfie HD, Beauty Camera, Isoland 2: Ashes of Time Lite, Viva Video Editor, Tencent Xriver જેવી જાણીતી કંપનીઓની એપ્સનો સમાવેશ થાય છે.
ભારત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું કે અલીબાબા, Tencent જેવી કંપનીઓએ સિંગાપોર કે હોંગકોંગ સર્વર પર અન્ય આઇડેન્ટિટી સાથે આ એપ્સ ચાલુ રાખી હતી, જેનો ડેટા અંતે તો ચીન પાસે જ જતો હતો, આ કારણથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
India to ban 54 more Chinese apps citing security threat
Read @ANI Story | https://t.co/VM4H3vqKUX
#ChineseApps #Ban pic.twitter.com/yljGpg67OW— ANI Digital (@ani_digital) February 14, 2022
મહત્વનું છે કે, 29 જૂન 2020નાં રોજ સૌપ્રથમ વખત 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેમાં પ્રખ્યાત એપ TikTok, Helo અને WeChat જેવી સંખ્યાબંધ એપ્સ રાતોરાત બંધ કરવી પડી હતી.