- ભારતીય રેલવેને સુપ્રીમ કોર્ટે ફટકાર્યો દંડ
- પેસેન્જરની ફ્લાઇટ મિસ થતાં તેણે કરી હતી અરજી
નવી દિલ્હી: ભારતીય રેલવેની ઘણી ટ્રેનો એક અથવા તો બીજા કારણોસર ઘણીવાર મોડી પડતી હોય છે. આ કારણે પેસેન્જર્સનાં આગળનાં બુકિંગ પર પણ અસર થતી હોય છે. આવી જ એક ઘટનાં સંજય શુક્લા નામનાં એક પેસેન્જર સાથે ઘટી, જ્યારે તેણે જમ્મુથી શ્રીનગરની ફ્લાઇટ બુક કરાવી હતી. પરંતુ, તેમની ટ્રેન જમ્મુ જ 12 કલાક લેટ પહોંચી હતી.
આ ઘટનાને પગલે તેમણે ફરિયાદ દાખલ કરી હતી, જેના પરિણામ સ્વરૂપ જસ્ટીસ એમ.આર.શાહ અને અનિરુદ્ધ બોઝની બેન્ચ દ્વારા રેલવેને 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ તેમને કારણ પણ રજૂ કરવા જણાવ્યું છે.
4 કલાક મોડી હતી ટ્રેન
સંજય શુક્લાએ જમ્મુ સુધીની ટ્રેન બુક કરાવી હતી, જ્યારે જમ્મુથી શ્રીનગરની તેમની ફ્લાઇટ હતી. તેમની ટ્રેન સવારે 8:10 વાગ્યે જમ્મુ પહોંચવાની હતી, જે ચાર કલાક મોડી હોવાના કારણે બાર વાગ્યા પછી પહોંચી હતી. આ કારણે તેમને ટેક્સી કરવી પડી હતી, જેનું ભાડું 15,000 રૂપિયા થયું હતું અને લોજિંગનાં 10,000 અલગથી આપવા પડ્યા હતા.
એડિશિનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીનાં જણાવ્યા અનુસાર ઇન્ડિયન રેલવે કોન્ફરન્સ એસોશિએશન કોચિંગ ટેરિફ નં 26- ભાગ 1 નાં જણાવ્યા અનુસાર નિયમ નંબર 114 અને 115 મુજબ ટ્રેન મોડી થવા પર ભારતીય રેલવેની જવાબદારી રહેતી નથી. આમ છતાં, સુપ્રીમ કોર્ટે કન્ઝ્યુમર ફોરમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.