શ્રીલંકાના પાટનગર કોલંબોમાં એક કપ ચાની કિંમત 100 રૂપિયા થઇ ગઇ છે. મરચી 700 રૂપિયા કિલોગ્રામમાં વહેચાઇ રહી છે.એક કિલો બટાકા માટે 200 રૂપિયા ચુકવવા પડે છે.
ફ્યૂલની કમીની અસર વિજળી ઉત્પાદન પર પણ પડી છે. હવે કેટલાક શહેરમાં 12થી 15 કલાક સુધી વિજળી કાપ મુકવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતે શ્રીલંકાને એક અબજ ડૉલરની મદદ કરી છે. શ્રીલંકા પર કેટલાક દેશોનો કરજ છે.
અહીં જાન્યુઆરીમાં વિદેશી મુદ્રા ભંડાર 70 ટકાથી વધુ ઘટીને 2.36 અબજ ડૉલર રહી ગયુ હતુ, જેમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. વિદેશઈ મુદ્રાની કમીને કારણે જ દેશમાં મોટાભાગનો જરૂરી સામાન દવા, પેટ્રોલ-ડીઝલની વિદેશથી આયાત થઇ શકતી નથી.
દેશમાં કુકિંગ ગેસ અને વિજળીની કમીને કારણે 1,000 બેકરી બંધ થઇ ગઇ છે અને જે બચી છે તેમાં પણ ઉત્પાદન સારી રીતે થઇ શકતુ નથી. જાન્યુઆરીમાં આવેલા રિપોર્ટમાં બતાવવામાં આવ્યુ હતુ કે નવેમ્બર 2021થી ડિસેમ્બર 2021 વચ્ચે માત્ર એક મહિનાની અંદર જ શ્રીલંકામાં ખાદ્ય વસ્તુઓની મોંઘવારી 15 ટકા વધી ગઇ છે.
લોકોને એક બ્રેડનો પેકેટ પણ 0.75 ડૉલર (150) રૂપિયામા ખરીદવુ પડી રહ્યુ છે. એક કિલોગ્રામ ચોખા અને ખાંડની કિંમત 290 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોચી ગઇ છે. વર્તમાન સમયમાં એક ચા માટે લોકોને 100 રૂપિયા સુધી ખર્ચ કરવો પડી રહ્યો છે.